યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

  • દાહોદ- પંચમહાલ જિલ્લાના પછાત વિસ્તારો જેવા કે કારઠ અને આસપાસના ગામોની જનતાને વિવિધલક્ષી શિક્ષણ વિષયક પ્રવૃત્તિઓ કરવી કરાવવી.
  • પૂર્વ પ્રાથમિક, માધ્યમિક, આશ્રમશાળાઓ તથા ટેકનીકલ શિક્ષણ માટે શકય હોય ત્યાં સ્થાપવા અને તેમનો વિકાશલક્ષી વહીવટ કરવો.
  • છાત્રાલય, બાળક્રિડાંગણ, પુસ્તકાલય, પ્રૌઢશિક્ષણ, રાત્રિશાળા તથા બાલમંદિરો વગેરે શક્ય હોય ત્યાં સ્થાપવા અને તેમનો વિકાસલક્ષી વહીવટ કરવો.
  • બાળકોની વિવિધ શકિતઓનો વિકાસ કરવા વિવિધલક્ષી શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે સ્પર્ધાઓ, વ્યાખ્યાનો વગેરે યોજવા અને તેને પ્રોત્સાહન પુરું પાડવું.
  • જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી.
  • વિદ્યાર્થીઓને સંસ્થાની શકિત અને મર્યાદામાં ધ્યાન રાખી કેળવણી માટે શક્ય હોય તેટલી મદદ કરવી. તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા.
  • કેળવણી વ્યાપક બને તે માટે જરૂરી રજૂઆતો કરી પગલા લેવા જાગૃતિ લાવવી.
  • સ્ત્રી કેળવણીને ઉત્તેજના મળે તે માટે અલાયદી સ્ત્રીઓની સંસ્થાઓ સ્થાપવી, ચલાવવી, જાગૃતિ લાવવી

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

શાળામાં જાતિના ભેદભાવને બદલે શૈક્ષણિક કાર્યમાં ધ્યાન આપવું એ અમારો મુખ્ય હેતું છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા જણાવેલ સાધનો તથા વસ્તુઓની સુવિધા પૂરી પાડવી. ટ્રસ્ટ દરેક જાતિ અને જુદા-જુદા વર્ગોના કલ્યાણ માટે પ્રવૃત્તિમાં રહે છે. ધર્માદા સંસ્થા તથા સામૂહિક પ્રવૃતિ કેન્દ્રોની સ્થાપના કરે છે. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે શાળાઓ, કોલેજો તથા મહિલાઓ, વિધવા, અનાથ બાળકો માટે કલ્યાણ કેન્દ્રોની સ્થાપના કરે છે. વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ વ્યવસ્થા તથા શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો માટે પૂજ્ય રવિ શંકર મહારાજ સંસ્કાર કેન્દ્ર કારઠ અંધશાળામાં, શિક્ષકદિન, સૈનિકદિનમાં ઉદાર હાથે ફાળો એકત્ર કરી દાન આપેલ છે આ મંડળનું કાર્યક્ષેત્ર કારઠ ગામની આજુબાજુમાં આવેલ ૨૦કિ.મી.ના તમામ ગામડાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓને મોકલીને પ્રૌઢશિક્ષણ, મહિલાશિક્ષણ, ખેતી- વિવિધ યુવક મંડળો બનાવવા વિગેરેનું સર્વે કરી સરકારશ્રીના જે તે વિભાગમાં રજૂ કરવામાં કામગીરી કરી છે. ગરીબ બાળકોને નોટો-ચોપડા-ડ્રેસ માટે નજીકના શહેરોમાં જઈ દાતાઓની યાદી બનાવી, શ્રી બાબુલાલ નાયટા પાસેથી દાન મેળવી બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. વર્ષ ૨૦૦૦માં ધો.૮માં મછાર સંગીતાબેન કાળુભાઈ મુળ વતન કાળીયા લખણ પુરને કન્યા છાત્રાલયમાં પ્રવેશ અપાવી ગુણવત્તા લક્ષી શિક્ષણ મળે તે માટે દાખલ કરી ઘરની પરિસ્થિતિ નબળી હોઈ પિતાનું મૃત્યુ થતાં માતાએ અન્ય લગ્ન કરતાં અનાથ બનેલ આ આદિવાસી કન્યાને સ્ટેટ બેંક-લીમડી શાખામાં જઈ રજૂઆત કરી આર્થિક સહાય અપાવી ધો.૧૨ સુધીનો અભ્યાસ આ જ શાળામાં કરાવ્યો, હાલમાં તે P.T.C. કરે છે