યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
Rules

નિતી નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ની માહિતી

સામાન્ય રીતે શાળાનું શૈક્ષણિક વર્ષ જૂન માસ માં શરૂ થાય છે, અને બે સત્રમાં વિભાજીત હોય છે. પહેલું સત્ર જૂન થી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બર થી એપ્રિલ નું હોય છે. ધો.૧ અને ધો.૫ તથા ધો.૮ અને ધો.૧૧ માં પ્રવેશ માટેનું ફોર્મ શાળા કાર્યાલય માંથી લેવાનું હોય છે. શાળામાં પ્રવેશ માટે લેખિત પરીક્ષા તથા મૌખિક પરીક્ષા આપવાની હોય છે. પ્રવેશ ફોર્મ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફોટોગ્રાફ અને માર્કશીટની પ્રમાણિત નકલ જોડવી આવશ્યક છે. શાળામાં કોને પ્રવેશ આપવો તેનો અંતિમ નિર્ણય એ શાળાના હાથમાં રહે છે.

શાળાનો ગણવેશ

અમારી શાળામાં અમે દરેક બાળકનો બધાજ ક્ષેત્રમાં વિકાસ થાય તે બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જેમાં બાળકનો આધ્યાત્મિક, નૈતિક, બૌધ્ધિક, સામાજિક, શારિરીક વિકાસ થાય એવો અમારો મુખ્ય ધ્યેય હોય છે. જે પૂરો કરવા માટે શાળામાં વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવે છે.
*પ્રાથમિક શાળાનો ગણવેશઃ-

  • વિદ્યાર્થીઓ માટેઃ- નેવી બ્લુ વાઇટ ઝીણી ચેકસ શર્ટ, નેવી બ્લ્યુ કલર ચડ્ડી
  • વિદ્યાર્થીનીઓ માટેઃ- નેવી બ્લુ કલર વાઇટ ઝીણી ચેકસ શર્ટ, નેવી બ્લ્યુ કલર પીના ફ્રોક

માધ્યમિક શાળાનો ગણવેશ


  • વિદ્યાર્થીઓ માટેઃ- સ્કાય બ્લ્યુ હાફ સ્લીવશર્ટ, નેવી બ્લ્યુ પેન્ટ
  • વિદ્યાર્થીનીઓ માટેઃ- સ્કાય બ્લ્યુ હાફ સ્લીવ શર્ટ, નેવી બ્લ્યુ લોંગ સ્કર્ટ

ઉચ્ચતર માધ્યમિક શાળાનો ગણવેશ


  • વિદ્યાર્થીઓ માટેઃ- સ્કાય બ્લ્યુ હાફ સ્લીવ શર્ટ, નેવી બ્લ્યુ પેન્ટ
  • વિદ્યાર્થીનીઓ માટેઃ- સ્કાય બ્લ્યુ હાફ સ્લીવ શર્ટ, નેવી બ્લ્યુ લોંગ સ્કર્ટ