યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
nivedan

સંદેશ

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો શુભેચ્છાપત્ર

આપ સૌ વિદ્યાર્થીઓના ઘડતર માટે ચિંતિત છો. આજનું બાળકએ ખૂબ હોંશિયાર છે તે રાષ્ટ્રની ધરોહર છે. તેને આપણે ‘SMART’ બનાવવું છે.  S=Successful-સફળ, M=Mild શાંતિચિત્તવાળુ, A=Attitude- સારી વર્તણૂક ધરાવનાર, R=Roar-પડકારો સામે ગર્જના કરનાર, T=True- સત્યને માર્ગે ચાલનાર આવું બાળક તૈયાર કરવા માટે આજના યુગમાં માતા-પિતા અને ગુરુજનો સાથે બાળકનો આદર્શ સંબંધ જળવાય તે જરૂરી છે.
  આપણા મુખ્યમંત્રીશ્રી આપણને સાચા અર્થમાં નેતૃત્વ પ્રદાન કરી રાજયને આગળ ધપાવી રહ્યા છે અને વિદ્યાર્થી અને શિક્ષણને ઉન્નત કરવા ખૂબ જ પ્રયત્નશીલ છે. તેવા સમયે આપ સહુ આપના બાળકને સમજી તેનો વિકાસ કરવા સહભાગી બનો તેવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. ‘બેટી બચાવો’ કાર્યક્રમને માત્ર સરકારી કાર્યક્રમ ન સમજતાં આપણા સમાજનો સહિયારો કાર્યક્રમ બની રહે અને કયાંય બેટી ને ન્યાય ન થાય તથા તેના જન્મને રોકવામાં ન આવે તે માટે જાગૃત્ત થઇએ અને આવનારા સમાજને ઉન્નત રાખવામાં મદદરૂપ થઇએ.
   ચાલુ વર્ષે સમગ્ર રાજયમાં આણંદ જિલ્લાનું પરિણામ સૌથી વધુ રહ્યું છે અને આવનારા વર્ષોમાં તે વધતું રહે તે માટે  શિક્ષણ ક્ષેત્રના અધિકારી તરીકે હું ગૌરવ અનુભવું છું અને આ ગૌરવ આપ સહુના પ્રયત્નોને આભારી છે તે સમજી આપ સહુનો વરસોવરસ વધુ સહકાર મળી રહે તે માટે પ્રાર્થુ છું. અંતમાં આપના આ ‘પીયૂષ’ અંક સાચા અર્થમાં અમૃત સમ બની રહી વિદ્યાર્થી જીવનમાં વધુ ને વધુ અજવાળાં પાથરતો રહે તેવી શુભેચ્છા પાઠવી વિરમું છું.
                                                                                                                                                                                જયહિન્દ