યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
aboutus

શાળા વિશે

શાળા ના નામ નો અર્થ

શ્રીમતી ભીખુબેન ચંદુલાલ જલુંધવાળા હાઇસ્કૂલ, જલુંધ
શ્રીમતિ- શ્રી કલ્યાણકારી, મતિ-બુદ્ધિ
ભીખુબેન- ભીનાશપૂર્ણ હદયવાળા..........
ચંદુલાલ- ચંદન જેવી સુવાસ ફેલાવનારા
જલુંધવાળા- જતન કરનારા.........
હાઇસ્કૂલ- હામ-હિમ્મતવાળા, હામી..........
જલુંધ- જહેમત ઉઠાવનારા
SMT B.C.J. HIGHSCHOOL, JALUNDH
SMT- SMART- અપળતા
B.- BELIEF & BEST- શ્રધ્ધા અને શ્રેષ્ઠત્વ
C.- COURTESY- વિવેકી
J.   JOYFUL- આનંદી
HIGH- HIGHBORN- કૂળવાન
SCHOOL- SCHOLAR- વિદ્રાન
JALUNDH- JOCOSE-વિનોદ

શ્રીમતી બી.સી.જે હાઇસ્કૂલ, જલુંધ નો ઇતિહાસ

સ્વાતંત્ર્ય પ્રાપ્તિના બીજા દાયકાના ઉત્તરાર્ધમાં જલુંધ-પીપળોઇ ના વરિષ્ઠ મહોદય શ્રી (ડાહ્યાકાકા) સ્વ.ડાહ્યાભાઇ મોતીભાઇ પટેલ, સ્વ.શ્રી છોટાભાઇ જોગીદાસ પટેલ તથા સ્વ.શ્રી સોમાભાઇ નાથાભાઇ પટેલ કે જેઓ તમાકુના વેપારીઓ હતા. એક દિવસ તમાકુની ખરીદી અર્થે પીપળોઇના શ્રી ચંન્દ્રકાંતભાઇ ફુલાભાઇ પટેસ ને ત્યાં યોગાનુંયોગ તેઓ ભેગા થઇ ગયા. વાત વાતમાં શિક્ષણની ચર્ચા નિકળી તે અરસામાં જલુંધ-પીપળોઇમાં ધો.૭ સુધીનું પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ હતું. પીપળોઇમાં ૧૯૬૧ માં બાલમંદિર ની શરૂઆત થઇ હતી. જયારે જલુંધમાં બાલમંદીર ના શિક્ષણની શરૂઆત પણ થઇ ન હતી. આ અરસામાં માધ્યમિક શિક્ષણ માટે બંને ગામના બાળકોને કાણીસા, ઉંદેલ, જલસણ, વિરસદ અને ખંભાત ભણવા માટે જવું પડતું હતું. કન્યાઓ માધ્યમિક શિક્ષણથી વંચિત રહેતી હોય. માધ્યમિક શાળા શરૂ કરવાની વાત નીકળી તે અરસામાં જલુન્ધ સ્ટેન્ડથી પસાર થતા શિક્ષણ પ્રેમીઓ પણ વાત વાતમાં કહેતા કે અહી હાઇસ્કૂલ શરૂ કરી શકાય તેવી સરસ અનુકૂળતા છે. આવી વાતોથી પણ ઉપરોકત ત્રિપુટી સભાન તો હતી જ તેથી આર્થિક રીતે સુવિધા રહે તે હેતુથી બંને ગામ માટે સંયુકત હાઇસ્કૂલ શરૂ કરવાનો દ્રઢ નિર્ધાર કરી આ મહાનુભાવો છુટા પડ્યા અને સને ૧૯૬૩-૧૯૬૪ માં શ્રી જલુંધ-પીપળોઇ કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી. આ વાતથી જલુંધ, પીપળોઇ, બામણવા, જહાજ, વાડોલા અને પોપટપુરા ગામોમાં આનંદનું મોજું ફેલાયું.

હાઇસ્કૂલ શરૂ કરવા માટે મંત્રી તરીકેની જવાબદારી પીપળોઇના શ્રી ચંન્દ્રકાંતભાઇ ફુલાભાઇ પટેલ ને સોંપવામાં આવી અને હાઇસ્કૂલ શરૂ કરવા માટેના વિવિધ ચક્રો ગતિમાન બન્યા. આ સમયમાં સરકાર તરફથી ૪૦% અનુદાન મળતુ અને ૬૦% નાણાકીય જવાબદારી કેળવણી મંડળે ઉઠાવવા ની હતી.                                  વધુ વાંચવા