યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
SMT. B.C.J. HIGH SCHOOL ANAND | Home Page

મુખ્ય પાનું

સુસ્વાગતમ્

આચાર્યનો સંદેશ

સને ૧૯૬૪-૬૫ ના વર્ષથી શરૂ થયેલી આ એક નાનકડી શાળા આજે વિશાળ વટવૃક્ષ બનીને પાંગરી છે. સમયે-સમયે શાળાને જુદા જુદા સુકાનીઓનું સુકાની પ્રાપ્ત થતું રહ્યું છે. અને સૌના દિલપૂર્વકના પ્રયત્નોથી શાળાએ ઉત્તરોત્તર પ્રગતિ કરેલ છે.

આ શાળા ધર્મજ-ખંભાત રોડઉપર મુખ્ય સ્થાને આવેલી કોઇ આસપાસના સાતથી આઠ ગામના વિદ્યાર્થીઓ અત્રે શિક્ષણ મેળવી રહ્યા છે. આ વિસ્તારના આ તમામ વિદ્યાર્થીઓને વિકસતા જતા યુગ સાથે તાલમેલ જાળવી વિકાસ કરવા અત્રેનો સમગ્ર સ્ટાફ તથા મંડળના હોદ્દેદારો પ્રયત્નશીલ છે આચાર્ય તરીકે હું સૌના સહકારથી આ શાળાને સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા  કટિબધ્ધ છું અને વિદ્યાર્થીઓને તથા ગ્રામજનોને મારો ખાસ સંદેશ છે કે શિક્ષણ જ વિકાસનું માધ્યમ છે જો તમે વિકસાવવા માગતા હોય તો તમારા સંતાનને મોંઘી મહામૂલી મૂડી સમજી તેને શિક્ષણથી સિંચન કરી અમારા સહકારમાં રહી સૌ સાથે મળીને વિકાસ કરીએ આપણા જીવન થકી આપણે તેમના વિકાસ માટે જરૂરી શિક્ષણ, સંસ્કાર આપી આગળ વધીએ આભાર

આચાર્યશ્રી
શ્રીમતી બી.સી.જે.હાઇસ્કૂલ જલુંધ
નિલેશકુમાર વિઠલભાઇ પટેલ (M.Sc.B.Ed.)

વધુ વાંચવું

ધ્યેય કથન

અમારી શાળાના બાળકો નો યોગ્ય વિકાસ થાય તથા તેઓ સર્જનશીલ અને ક્રિયાત્મક તથા સમજૂ અને વડીલો ને સન્માન આપતા તથા આત્મવિશ્વાસુ બનાવવા એજ અમારો ધ્યેય છે તે માટે અમારી શાળાનો અર્થ બાળકો ને ધ્યાન માં રાખી બનાવેલ છે. અને તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા સંસ્કારો ના સિંચન માટે સમગ્ર શાળા પરિવાર એક થઇને સતત તે દિશામાં કાર્યશીલ રહે છે. જે માટે શાળામાં દરેક સહઅભ્યાસ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવે છે.